સવા બશેરનું મારું દાતરડું લોલ - Gujarati garba lyrics
સવા બશેરનું મારું દાતરડું લોલ
ઘડ્યું ઓલા લાલિયા લુહારે
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ.
સાવ રે સોનાનું મારું દાતરડું લોલ,
હીર
નો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ.
પરણ્યે વાઢ્યા છે પાંચ
પૂળિયા રે લોલ,
મેં તો વાઢ્યા છે દસ-વીસ
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ.
પરણ્યા નો ભારો મેં ચડાવિયો રે લોલ,
હું રે ઊભી’તી વનવાટ
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ.
વાટે નીકળ્યો વટેમારગું રે લોલ,
વીરા મુંને ભારો ચડાવ્ય રે
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ.
પરણ્યાને આવી પાલી જારડી રે લોલ,
મારે આવેલ માણું ઘઉં
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ.
પરણ્યે ભયુઁ છે એનું પેટડું રે લોલ,
મેં રે જમાડ્યો મારો વીરો
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ.
સાવ રે સોનાનું મારું દાતરડું લોલ,
હીર
નો બંધિયો છે એનો હાથ
મુંજા વાલમજી લોલ,
હવે નહિ જાઉ વીડી વાઢવા રે લોલ
sava basher nu - Gujarati garba lyrics
sava basher nu maru dataradu lol
ghadyu ola laliya luhare
munja valamji lol,
have nahi jau vidi vadhava re lol.
saav re sonanu maru dataradu lol,
hir no bandhiyo chhe eno hath
munja valamji lol,
have nahi jau vidi vadhava re lol.
paranye vadhya chhe panch pudiya re lol,
me to vadhya das-vis
munja valamji lol,
have nahi jau vidi vadhava re lol.
paranya no bharo me chadaviyo re lol,
hu re ubhi'ti vanvat
munja valamji lol,
have nahi jau vidi vadhava re lol.
vaate nikadyo vatemargu re lol,
veera mune bharo chadavy re
munja valamji lol,
have nahi jau vidi vadhava re lol.
paranya ne aavi pali jaradi re lol,
maare aavel manu ghau
munja valamji lol,
have nahi jau vidi vadhava re lol.
paranye bharyu chhe enu petadu re lol,
me re jamadyo maro veero
munja valamji lol,
have nahi jau vidi vadhava re lol.
saav re sonanu maru dataradu lol,
hir no bandhiyo chhe eno hath
munja valamji lol,
have nahi jau vidi vadhava re lol.
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji