માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ,
સજી સોળ રે શણગાર , મેલી દીવડા કેરી હાર ,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ,
ગાગર ની લઇ માંડવી માથે ઘૂમતી મોરી માત ,
ચૂંદલડી માં ચાંદ છે સાથે રૂપલે મઢી રાત ,
જોગમાયા ને સંગ દરિયો નીતરે ઉમંગ ,
તમે જોગણીઓ સંગ ...
કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે ....
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ,
ચારે જુગના ચૂડલા મારો સોળે કલાનો વાન
અંબા ના અણસારા વિના હાલે નહિ પાન
માના રૂપના નહિ જોડ એને રમવા ના છે કોડ
માની ગરબા કેરી કોર ...
કે માએ ગરબો ચગાવ્યો ચાચર ચોકમાં રે ...
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ,Maa e garbo koravyo gagan gokh ma
Maa e garbo koravyo gagan gokh ma re,
saji sod shangar, meli divda keri har,
Maa e garbo koravyo gagan gokh ma re,
gagar ni lai mandavi mathe ghumati mori mat,
chundaladi ma chand chhe sathe rupale madhi rat,
jogmaya ne sang dariyo nitare umang,
tame joganiyo sang...
ke maa e patharyo prakash chaud lok ma re,
Maa e garbo koravyo gagan gokh ma re,
chare jugana chudala maro sode kalano van,
amba na ansara vina hale nahi paan,
maa na rupana nahi jod ene ramva na chhe kod,
maa ni garba keri kor...
ke maa e garbo koravyo gagan gokh ma re,
Maa e garbo koravyo gagan gokh ma re,
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji